RSS

જય મા આધા શક્તિ

09 सितम्बर

JAY MA ADYA SHAKTI-GUJ-PDF


જય મા આધા શક્તિ
જય આધા શક્તિ મા જય આધા શક્તિ,
અખંડ બ્રહ્માંડ દીપાવ્યાં (૨) પડવે પ્રગટયાં મા … ૐ જય ૐ … જય ૐ મા જગદંબે….

દ્રિતીયા બેય સ્વરુપ, શિવશક્તિ જાણુ… મા શિવશક્તિ જાણુ,
બ્રહ્મા ગણપતી ગાયે (૨) હરે ગાયે હર મા … ૐ જય ૐ …

તૃતિયા ત્રણ સ્વરુપ ત્રિભુવનમાં બેઠા … મા ત્રિભુવનમાં બેઠા,
દયા થકી તરવેણી (૨) તું તરાવેણી મા … ૐ જય ૐ …

ચોથે ચતુરા મહાલક્ષ્મી મા, સચરા ચરવ્યાપ્યા, મા સચરા ચરવ્યાપ્યા;
ચાર ભુજા ચૌ-દિશા (૨) પ્રગટયા દક્ષિણમાં … ૐ જય ૐ …

પંચમી પંચ ઋષિ પંચમી ગુણ પદમાં,
પંચ તત્ત્વ ત્યાં સોહીએ (૨) પંચે તત્વો મા … ૐ જય ૐ …

ષષ્ટી તું નારાયણી મહિસાસુર માર્યો … મા મહિસાસુર માર્યો,
નરનારીના રુપે (૨) વ્યાપ્યા સર્વેમાં … ૐ જય ૐ …

સપ્તમી સપ્ત પાતાળ સાવિત્રી સંધ્યા … મા સાવિત્રી સંધ્યા,
ગૌ ગંગા ગાયત્રી (૨) ગૌરી ગીતા મા … ૐ જય ૐ …

અષ્ટમી અષ્ટ ભુજા આઈ આનંદા, મા આઈ આનંદા,
સુરવર મુનીવર જન્મયા (૨) દેવ દૈત્યો મા … ૐ જય ૐ …

નવમી નવકુળ નાગ, સેવે નવદુર્ગા … મા સેવે નવદુર્ગા,
નવરાત્રીના પુજન શિવરાત્રીના અર્ચન કીધા હર બ્રહ્મા … ૐ જય ૐ …

દશમી દશ અવતાર જય વિજયાદશમી … મા જય વિજયાદશમી,
રામે રામ રમાડ્યાં (૨) રાવણ રોળ્યો મા … ૐ જય ૐ …

એકાદશી અગીયારસ કાત્યાયની કામા, મા કાત્યાયની માતા,
કામ દુર્ગા કાલીકા (૨) શ્યામા ને રામા … ૐ જય ૐ …

બારશે બાળા રુંપ, બહુચર અંભઈમા … મા બહુચર અંભઈમા,
બટુક ભૈરવ સોહીયે, કાળ ભૈરવ સોહીયે, તારા છે તુજમાં … ૐ જય ૐ …

તેરસે તુળજા રૂપ, તમે તારૂણી માતા … મા તમે તારૂણી માતા,
બ્રહ્મા વિષ્ણુ સદાશિવ (૨) ગુણ તારા ગાતા … ૐ જય ૐ …

ચૌદ્શે ચૌદા રૂપ ચંડી ચામુંડા … મા ચંડી ચામુંડા,
ભાવ ભક્તિ કંઇ આપો, ચતુરાઈ કંઈ આપો, સિંહવાહિની માતા … ૐ જય ૐ …

પૂનમે કુંભ ભર્યો સાંભળજો કરુણા … મા સાંભળજો કરુણા,
વષિષ્ઠ દેવે વખાણ્યા, માર્કંડ મુનિયે વખાણ્યા, ગાયે શુભ કવિતા … ૐ જય ૐ …

સંવત સોળ સતાવન સોળશે બાવીસ માં … મા સોળશે બાવીસ માં,
સંવત સોળે પ્રગટ્યાં (૨) રેવા ને તીરે, મા ગંગાને તીરે … ૐ જય ૐ …

ત્રંબાવટી નગરીમાં રૂપાવટી નગરી મા મંછાવટી નગરી,
સોળ સહસ્ત્ર ત્યાં સોહીએ (૨) ક્ષમા કરો ગૌરી, મા દયા કરો ગૌરી … ૐ જય ૐ …

એકમે એક સ્વરૂપ અંતર નવ ધરશો … મા અંતર નવ ધરશો,
ભોળા ભવાનીને ભજતાં, ભોળા અંભઈ માને ભજતાં ભવસાગર તરશો … ૐ જય ૐ …

ભાવ ન જાણું ભક્તિ ન જાણું નવ જાણું સેવા … મા નવ જાણું સેવા,
વલ્લ્ભ ભટ્ટને આપી, સેવકજનને આપી, એવી જ અમને આપો, ચરણોની સેવા … ૐ જય ૐ …

શિવશક્તિની આરતી જે કોઈ ગાશે … મા જે ભાવે ગાશે,
ભણે શિવાનંદ સ્વામી, ભણે રામાનંદ સ્વામી, સુખ સંપતિ થાશે,
હર કૈલાસે જાશે, મા અંભઈ દુઃખ હરશે … ૐ જય ૐ …

મા નો મંડપ લાલ ગુલાલ શોભા બહુ સારી … મા શોભા બહુ સારી,
અબીલ ઉડે આનંદે, ગુલાલ ઉડે આનંદે, જય બહુચર વાળી … ૐ જય ૐ …

મા ની ચુંદડી લાલ ગુલાલ શોભા બહુ સારી, મા શોભા બહુ સારી,
આંગણ કુક્ડ નાચે, આંગણ કુંકડ બોલે, જય બહુચર વાળી … ૐ જય ૐ …

Advertisements
 
1 टिप्पणी

Posted by on सितम्बर 9, 2011 in नवीन

 

One response to “જય મા આધા શક્તિ

  1. rani

    सितम्बर 13, 2011 at 11:03 अपराह्न

    perfect for Navratri ! Thanks and Jai Shri Krishna

     

एक उत्तर दें

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / बदले )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / बदले )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / बदले )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / बदले )

Connecting to %s

 
%d bloggers like this: